બેંગલુરુઃકર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર 16 ધારાસભ્યોના રાજીનામા બાદ સંકટમાં જોવા મળી રહી છે રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા પોતાના સહયોગીઓ સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા યેદિયુરપ્પાએ મંગળવારે રમાદા રિસોર્ટમાં ક્રિકેટ રમ્યા બાદ સાંજે ધારાસભ્યો સાથે ભજન કિર્તન પણ કર્યા હતા તો બીજી તરફ સભ્ય પદ પરથી રાજીનામું આપી ચુકેલા કર્ણાટકના 15 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે નવો નિર્ણય સંભળાવી શકે છે
કર્ણાટકમાં કોંગ્રેસ- જેડીએસના 16 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે રાજીનામા પર નિર્ણય લેવા અંગે 15 બળવાખોર ધારાસભ્યોએ સ્પીકર વિરોધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી મંગળવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે પોતાના નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો આ દરમિયાન સ્પીકર રમેશ કુમારની તરફથી રજુ થયેલ વકીલ અભિષેત મનુ સિંઘવીએ નિર્ણય બદલવાની માગ કરી હતી સિંઘવીએ કહ્યું હતું કે, ગત નિર્ણયમાં સુધારો કરવામાં આવે જેથી સ્પીકર બુધવારે રાજીનામા અને અયોગ્યતા પર નિર્ણય લઈ શકે
ગુરુવારે વિશ્વાસ મત સાબિત કરશે કુમારસ્વામી સરકારઃકોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, કુમારસ્વામી સરકાર ગુરુવારે 11 વાગે વિશ્વાસ મત સાબિત કરશે જો કે, ભાજપે સોમવારે મુખ્યમંત્રી કુમારસ્વામી પાસે વિશ્વાસ મત સાબિત કરવામની માગ કરી હતી યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, ભાજપ 4-5 દિવસોમાં સરકાર બનાવી લેશે
આગળ શું?-
જો બળવાખોરોના રાજીનામા મંજૂર થયાઃકર્ણાટકમાં સ્પીકરને બાદ કરતા ધારાસભ્યોની સંખ્યા 223 છે બહુમતી માટે 112 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે કોંગ્રેસ(78), જેડીએસ (37), અને બસપા(01)ની મદદથી કુમારસ્વામી સરકાર પાસે હાલ 116 ધારાસભ્યો છે, પરંતુ 16 ધારાસભ્યો બળવાખોરી કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી ચુક્યા છે જો સ્પીકર બુધવારે આ બળવાખોરોના રાજીનામા મંજૂર કરશે તો સરકાર બહુમતી માટે 104 ધારાસભ્યોની જરૂર પડશે સરકાર પાસે 100નો આંકડો હશે, જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે અને તેને બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું છે
જો બળવાખોરોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાઃજો સ્પીકર બળવાખોરોને અયોગ્ય જાહેર કરશે તો પણ ગૃહમાં ગુરુવારે વિશ્વાસ મત દરમિયાન સરકારને બહુમતી માટે 104નો આંકડો લાવવો પડશે જે તેમની પાસે નહીં હોય
જો બળવાખોરોએ સરકાર વિરોધી વોટિંગ કર્યુઃજો 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મંજૂર નહી થાય અને તેઓ ફ્લોર ટેસ્ટ દરમિયાન સરકાર વિરોધી વોટિંગ કરશે તો સરકારના પક્ષમાં 100 વોટ પડશે આ સંખ્યા બહુમતી માટે જરૂરી 112 આંકડા કરતા ઓછી હશે એવામાં કુમારસ્વામી સરકાર વિશ્વાસ મત ગુમાવી દેશે અને સરકાર વિરોધી મત કરવાથી બળવાખોરોની સભ્યતા પણ ખતમ થઈ જશે
જો બળવાખોરો ધારાસભ્યો ગૃહમાં હાજર ન રહ્યાઃઆ પરિસ્થિતીમાં વિશ્વાસ મતના સમયે ગૃહમાં સભ્ય સંખ્યા 207 રહેશે બહુમતી માટે જરૂરી આંકડો 104 થઈ જશે પરંતુ બળવાખોરોની ગેરહાજરીમાં સરકારના પક્ષમાં ફક્ત 100 વોટ પડશે અને સરકાર પડી જશે
જો કુમારસ્વામી સરકાર પડી ભાંગશેઃઆવી સ્થિતીમાં ભાજપ રાજ્યપાલ વજુભાઈવાળા સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે 76 વર્ષીય બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, કુમારસ્વામી સરકાર પડી ભાંગશે તો અમે ત્રણ દિવસમાં રાજ્યમાં ભાજપની સરકાર બનાવી લેશું
કોંગ્રેસના 13 અને જેડીએસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યુંઃઉમેશ કામતલ્લી, બીસી પાટિલ, રમેશ જારકિહોલી, શિવારામ હેબ્બર , એચ વિશ્વનાથ, ગોપાલૈયા, બી બસ્વરાજ, નારાયણ ગૌડા, મુનિરત્ના, એસટી સોમાશેખરા, પ્રતાપ ગૌડા પાટિલ, મુનિરત્ના અને આનંદ સિંહ રાજીનામું આપી ચુક્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ ધારાસભ્ય રોશન બેગે પણ રાજીનામું આપી દીધું છે 10 જૂને સુધાકર, એમટીબી નાગરાજે રાજીનામું આપી દીધું હતું