પાલનપુર:પાલનપુર ખાતે રાજારામ ગુરુકુળમાં આંજણા સમાજની મહિલાઓની બેઠક યોજવામાં આવી હતી જેમાં સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસનો બંધ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું દીકરીઓને પોતાના મા-બાપની લાગણી દુભાય તેવા કર્યો ના થાય અને સમાજ સિવાય બીજા કોઇ સમાજમાં લગ્ન નહીં કરું તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી
પાલનપુર ખાતે આંજણા ચૌધરી સમાજ મહિલા સંગઠનના પ્રમુખ અવનીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને સમાજની બહેનોની રાજારામ ગુરુકુલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજની દીકરીઓ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને સમાજમાં ચાલતા રીત રિવાજોમાં બદલાવ કરવા તેમજ ખોટા ખર્ચ બંધ કરવા જણાવ્યું હતું