ડ્રમની હોડીને બનાવવી પડી દૂલ્હનની ડોલી, જીવ હથેળી પર રાખીને કરાઈ વિદાય

2019-07-16 335

બિહારમાં મૂશળાધાર વરસાદના કારણે અનેક નદીઓમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું હતું નદીકાંઢે રહેલા અનેક ગામોમાં પૂરનીસમસ્યા પણ સર્જાઈ હતી અનેક પૂર્વીય વિસ્તારોમાં પણ સર્વત્ર પાણી જ પાણી છે ફારબિસગંજનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જોઈશકાય છે કે લગ્ન બાદ વરકન્યાને વળાવવા માટે જીવલેણ સાબિત થાય તેમ નદી ક્રોસ કરાવવામાં આવી હતી મૂહુર્ત સાચવવા માટે દૂલ્હનનાપરિવારને ડ્રમની હોડી બનાવીને બંનેને તેમાં બેસાડીને નદી પાર કરાવવી પડી હતી ઘરના જ કેટલાક આગેવાનોને આ ડ્રમવાળી હોડીને ધસમસતા પૂર વચ્ચે નાખીને સામે કિનારે લઈ જવા માટે મજબૂર બનવું પડ્યું હતું વીડિયોમાં પણ જોઈ શકાય છે કે આ જુગાડુ હોડીમાં વરકન્યાને બેસાડીને કેટલાક લોકોએ તેને ચારેબાજુથી પકડીને નદી પાર કરવાની દિશામાં પ્રયાણ કર્યું હતુંઆ વીડિયો જોઈને કહી શકાય કે ભારે વરસાદના કારણેબિહારમાં જનજીવનને કેવી ભયાનક અસર થઈ છે

Videos similaires