પાડોશીઓની પાર્ટીના લાઉડ મ્યૂઝિકથી તંગ આવીને ડ્રોનથી હુમલો કર્યો

2019-07-16 405

પાડોશીઓ વડે થતી હેરાનગતિ એ કદાચ ભારતમાં જ નહીં વિદેશો પણ સામાન્ય વાત લાગે છે જો કે વાઈરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે મ્યૂઝિક પ્રેમી પાડોશીઓથી તંગ આવી ગયેલા એક શખ્સે તેમની હાલત ખરાબ કરી નાખી હતી સોશિયલ મીડિયામાં આ વીડિયો આમ તો ટેક્સાસની ઘટના હોવાના કેપ્શન સાથે અપલોડ થયો હતો જે જોઈને અનેક યૂઝર્સે તે બ્રાઝિલનો હોવાનું પણ જણાવ્યું હતું પણ ખરેખર આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી નહોતી સ્થળ ગમે તે હોય પણ આ વીડિયો જોઈને કહી જ શકાય કે પાડોશીઓ દ્વારા પેદા કરવામાં આવતી સમસ્યા અત્ર, તત્ર અને સર્વત્ર સમાન જ હોય છે આ ઘટનાની વાત કરીએ તો કેટલાક પાર્ટી પ્રેમીઓ એક સ્થળે ભેગા થઈને જોરશોરથી મ્યૂઝિક વગાડીને હંગામો મચાવતા હતા તેમનો આ શોરબકોર ખાસ્સી વાર બાદ પણ શાંત ના થતાં જ શાંતિપ્રિય પાડોશીએ વિફરીને ડ્રોન ઉડાડીને બાકાયદા હલ્લાબોલ જ કર્યું હતું આ હલ્લાબોલ એટલા માટે અલગ હતું કેમ કે તેણે ડ્રોનમાંથી આ પાડોશીઓની પાર્ટી પર ધડાધડ રોકેટ પણ છોડવા માંડ્યાં હતાં આટલું ઓછું હોય તેમ તેણે ડ્રોનની સાથે ધડાકાઓ કરે તેવા ફટાકડાઓ પણ લગાવ્યા હતા 33 સેકન્ડના આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે આ ડ્રોનથી કરાયેલા આ ફટાકડાવાળા રોકેટના હુમલા બાદ પાડોશીઓમાં પણ અફડાતફડી મચી ગઈ હતી આ જોઈને એક યૂઝર્સે આ શખ્સને જીનિયસ કહ્યો હતો તોકોઈ ભારતીય યૂઝર્સે કહ્યું હતું કે આવું કારનામું જો અમારા દેશમાં કરવામાં આવે તો ચોક્કસ રીતે જૂથ અથડામણ જ થઈ જાય

Videos similaires