મુંબઈના ડોંગરીમાં ટંડેલ સ્ટ્રીટમાં આવેલી 4 માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે
મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 11 વાગે ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જૂની બિલ્ડિંગ હતી