જોધપુર ચાર રસ્તા પાસે કેબલ ઓપરેટર પર ફાયરિંગ મામલે આકાશ પરમારની ધરપકડ

2019-07-16 1

અમદાવાદ: શહેરના જોધપુર ચાર રસ્તા નજીક થયેલ ફાયરિંગ મામલે પોલીસે આકાશ પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે આકાશ પરમાર નામના શખ્સે કેબલ ઓપરેટર મહેશ ઠાકોર પર જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હતું 14 જુલાઈના રોજ જોધપુર ચાર રસ્તા પાસે મહાબળેશ્વર ફ્લેટમાં રહેતા ખાનગી કેબલ ઓપરેટર મહેશ ઠાકોર નજીક આવેલી પોતાની ઓફિસ બહાર તેમના જમાઈ પીકે તથા અન્ય એક વ્યક્તિ સાથે બેઠા હતા આ દરમિયાન રાતના 1015 વાગ્યાની આસપાસ અલ્ટો કાર લઈ આકાશ પરમાર નામનો શખ્સ તેમની પાસે આવ્યો અને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું મહેશ ઠાકોર પર હુમલો થતાં તેમના જમાઈ વચ્ચે પડતા તેમને ઈજા થઈ હતી બૂમાબૂમ થતાં આકાશ ત્યાંથી નાસી છૂટ્યો હતો આ ઘટનામાં આકાશે ફાયરિંગ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાતા સેટેલાઇટ પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે

Videos similaires