નરેન્દ્ર મોદી સરકારની બીજી ઈનિંગમાં કાશ્મીર મુદ્દો કેન્દ્રસ્થાને રહેશે એવી ધારણા વચ્ચે ભાજપના મહાસચિવ રામ માધવે કાશ્મીરી પંડિતોના પુનર્વસન અંગે નવેસરથી આયોજન થઈ રહ્યું હોવાના સંકેતો આપ્યા છે પોતાના ઘરથી વિખૂટા પડેલાં કાશ્મીરી પંડિતોની વ્યથાકથા અને પુનર્વસનની આવશ્યકતા વિશેની આ શ્રેણીમાં વતનવછોયા પંડિતોનું દર્દ પામવાનો પ્રયાસ તો છે જ, સાથોસાથ પ્રવાસ, મુલાકાત અને સઘન અભ્યાસના આધારે આ સમસ્યાને મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો હેતુ પણ છે