અમરેલી: રાજુલા પંથકના સિંહો હવે શહેરી વિસ્તાર તરફ વળ્યા છે અને ધીમે ધીમે શહેર નજીક આવી રહ્યા છે ગ્રામીણ પંથક અને ઉદ્યોગો નજીકથી રાજુલા શહેર તરફ વળી રહ્યા છે આજ વહેલી સવારે રાજુલા શહેરના હિંડોરણા રોડ પર આવેલ ગીગેવ મારબલના કારખાનું રોડ કાંઠે આવેલું છે અહીં સામેની સાઈડથી 3 સિંહો વહેલી સવારે 6થી 6:30 વાગ્યાની વચ્ચે આવી ચડ્યા હતા જેમાં ત્રણ સિંહો મારબલના ગેટ નજીક પહોંચ્યા અને 1 સિંહ બાજુની દીવાલેથી તારફેન્સિંગ તોડી અંદર ઘૂસ્યો અને બહાર રહેલા 2 સિંહો બહાર આંટાફેરા કરી બાજુમાંથી પાછળની સાઈડ નીકળી ગયા પરંતુ અંદર ઘૂસેલો સિંહ અંદર તો ઘૂસી ગયો પછી અંદરની દીવાલો ખૂબ ઊંચી અને ઉપર તાર ફેંસિંગ લગાવેલ હતી ત્યારે અંદર ભારે ધમાલ મચાવી અંદર સિંહ ગુસ્સે ભરાયને મારબલમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ દીવાલ પર ચડી ફેન્સિંગ તોડી પાછળની સાઈડથી સિંહ નીકળી ગયો હતો