વડોદરાઃ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા શ્રી હરી કોમ્પલેક્ષ પાસે લોકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવના વિરોધમાં બે સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના એન્જિનિયરનો ઘેરાવ કર્યો હતો પાણીગેટમાં આવેલા શ્રી હરી કોમ્પલેક્ષની આસપાસના વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત દુષિત પાણીની સમસ્યા છે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી