સુરતઃ ચોકબજાર સોપારીવાળાની ગલીમાં મધરાત્રે એક દુકાનમાં આગ ફાટી નીકળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો જોકે, ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો તાત્કાલિક દોડી આવતા આગ કાબુમાં આવી ગઈ હતી ટેલરિંગની દુકાનમાં લાગેલી આગ પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે ફાયર વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે, સોપારીવાળા ગલીમાં એક દુકાનમાં આગ લાગી હોવાના કોલ બાદ તેમની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી ટેલરિંગની દુકાનમાં આગ લાગી હોવાથી તૈયાર કપડાં અને રફ કપડાનો જથ્થો બળી ગયો હતો આગને કાબુમાં લેવામાં લગભગ દોઢ કલાકની જહેમત ઉઠાવી પડી હતી ત્યારબાદ તપાસ કરતા દુકાન ઇકબાલ મહમદ સૈયદ ની હોવાનું બહાર આવ્યું હતું આગ પાછળ વાયરીંગમાં શોર્ટ સર્કિટ હોવાનું કહીં શકાય છે