પટના/ગૌહાટીઃબિહાર અને આસામમાં વરસાદ-પૂરથી અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નિપજ્યાં છે બિહારમાં કોસી, ગંડક સહિત 5 નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે જેને પગલે 6 જિલ્લા તેની ઝપેટમાં છે બીજી બાજુ આસામમાં બ્રહ્મપુત્ર સહિત 10 નદીઓના જળસ્તર ખતરાના નિશાન ઉપરથી વહી રહ્યાં છે રાજ્યના 33માંથી 25 જિલ્લામાં 15 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે કાઝીરંગા નેશનલ પાર્કનો 70%થી વધુ વિસ્તાર ડૂબી ગયો છે