રાજકોટ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત-હત્યા કેસમાં દરરોજ રહસ્ય તાણાવાણા સર્જતા મુદ્દા બહાર આવી રહ્યા છે ત્યારે ASI ખુશ્બુ કાનાબારના મૃતદેહને તેના વતન જામજોધપુર લાવવામાં આવ્યો હતો ત્યાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી તેમના ભાઈ અમરનાથ યાત્રાએ ગયા હોવાથી તેમના આવ્યા પછી શનિવારે અંતિમવિધિ કરવામાં આવી હતી અંતિમયાત્રા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતો અંતિમયાત્રા સમયે મૃતક ખુશ્બુના માતા આઘાતથી બેભાન થઈ ગયા હતા અને પિતા પણ 2 વખત ઢળી પડ્યા હતા પરિવારના આધારસ્તંભ સમાન પુત્રીના આકસ્મિત મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ સમગ્ર અંતિમવિધિમાં ખુશ્બૂનો મિત્ર એટલે કે વિવેક કુછડીયા પણ હાજર રહ્યો હતો જે સમગ્ર કેસમાં શંકાના દાયરામાં છે