રાજ્યની અલગ-અલગ જેલના કેદીઓએ બનાવેલા નરેન્દ્ર મોદીના ચિત્રોનું પ્રદર્શન યોજાયું

2019-07-13 1,029

અમદાવાદ: રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની જેલના આશરે 40 જેટલા કેદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાવેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું સેપ્ટ યુનિવર્સિટીમાં આવેલી હઠીસિંગ આર્ટ ગેલેરીમાં યોજાયેલાં આ પ્રદર્શન પોલીસકર્મી અને લોકોએ નિહાળ્યું હતું ચારેય જેલના પુરુષ અને મહિલા કેદીઓએ આ ચિત્રો બનાવ્યા હતા કલાંજલી આર્ટ ટ્રસ્ટના વિદ્યાર્થીઓએ પણ મોદી પર બનાવેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું અંદાજે 100 જેટલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું જેલમાં પણ અનેક એવા કેદીઓ છે જેમનામાં આવી કળા રહેલી છે અને તેમની આ કળાને લોકો સામે મુકવામાં આવી હતી

Videos similaires