વર્લ્ડ કપ 2003 ટુર્નામેન્ટ પહેલાં શેન વોર્નનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો

2019-07-13 182

કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે એવી ઘટના વિશે વાત કરીશું જેણે ઓસ્ટ્રેલિયાને હચમચાવી દીધું હતું આ વાત છે વર્લ્ડ કપ 2003ની દક્ષિણ આફ્રિકા, કેન્યા અને ઝિમ્બાબ્વેએ સંયુક્ત રીતે વર્લ્ડ કપની યજમાની કરી હતી ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે પહેલી મેચ રમવાની હતી ટુર્નામેન્ટ પહેલાં શેન વોર્નનો ડ્રગ ટેસ્ટ કરાયો જેનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું વોર્નને પ્રતિબંધિત દવાઓના સેવનને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો ખિતાબ બચાવવા માટે ઉતરેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા માટે આ સૌથી મોટો ઝટકો હતો



ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વોર્નના ટેસ્ટ વિશે માહિતી આપી એ પણ જણાવ્યું કે તેમને ઓસ્ટ્રેલિયા પાછા મોકલવામાં આવે છે ઓસ્ટ્રેલિયન સ્પોર્ટસ ડ્રગ એજન્સીએ તેમનો ટેસ્ટ કર્યો હતો એજન્સીએ જણાવ્યું કે, વોર્નના યૂરિનમાં મોડૂરિક દવા મળી આવી છે જે તણાવ, બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે મોડૂરિક દવાને ICC દ્વારા પ્રતિબંધિત કરાઈ હતી આ ઘટના પછી વોર્ન ઓસ્ટ્રેલિયા પરત ફર્યા હતા

Videos similaires