દિલ્હીની સડકો પર રિક્ષા ચલાવતા આ 76 વર્ષીય હરજિંદર આમ તો સામાન્ય રિક્ષાચાલક જ છે પણ તેમને બીજાઓ કરતાં અલગ પાડે છે તેમની આ ઓટો એમ્બ્યૂલન્સ અને તેમનું અનોખું સેવાકાર્ય હરજિંદર રોજ મફતમાં એમ્બ્યૂલન્સની સેવા આપતા રહે છે, સાથે જ રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પણ મફતમાં જ સહાય આપવા માટે જ ઓટો એમ્બ્યૂલન્સ ચલાવે છે તેઓ પોતે કોઈ પણ ઘાયલને મફતમાં સવારી કરાવીને તેને દવાખાનામાં દાખલ કરાવે છે એટલું જ નહીં પણ જો દર્દીને પ્રાથમિક સુવિધાની જરૂર પડે તો તેઓ આ રિક્ષામાં જ તેની સારવાર કરવા લાગે છે સૌથી આશ્ચર્યની વાત એ પણ છે કે આ માટે તેમણે એક નાનકડો કોર્સ પણ કર્યો છે હરજિંદર સ્પષ્ટ માને છે કે રોડ અકસ્માતમાં લોકો એટલા માટે જ મૃત્યુ પામે છે કેમકે તેમને તાત્કાલિક સારવાર નથી મળતી ભૂતપૂર્વ ટ્રાફિક વોર્ડન એવા હરજિંદર આજે નિવૃત થયા બાદ પણ લોકોના જીવ બચાવવાની દિશામાં પ્રવૃત છે તેઓ રિક્ષા ચલાવવાના કામના કલાકો બાદ જે વિસ્તારોમાં વધુ અકસ્માતો થાય છે ત્યાં પોતાની આ ઓટો એમ્બ્યૂલન્સ લઈને પહોંચી જાય છે જેથી કોઈ ઘાયલ સારવારના અભાવે જીવ ના ગુમાવે