દિલ્હીની ફ્લાઈટ અઢી કલાક મોડી ઉપડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો

2019-07-13 52

વડોદરાઃ વડોદરા એરપોર્ટથી સવારે 7 કલાકે ઉપડી વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ ટેક્નીકલ ખામીના કારણે અઢી કલાક મોડા ઉપડતા મુસાફરોએ હોબાળો મચાવી મુક્યો હતો મુસાફરોએ એરપોર્ટ ઓથોરીટી સામે રોષ ઠાલવી જણાવ્યું હતું કે, અવાર-નવાર વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટમાં પ્રોબ્લેમ થાય છે ફ્લાઇટ મોડી પડવાના કારણે દિલ્હી કામ કરીને રાત્રે પરત ફરનારા વેપારીઓનું શિડ્યુલ ખોરવાઇ જતું હોય છે તો એક મહેશ નામના મુસાફરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ ઇન્ડિયન એરલાઇન્સનું ખાનગીકરણ કરવા માટેનો આ કારસો છે મુસાફરોએ એરપોર્ટ ઉપર હોબાળો મચાવતા સુરક્ષાકર્મીઓએ દરમિયાનગીરી મામલો થાળેડે પાડયો હતો

Videos similaires