વરસાદ ખેંચાતા રાજકોટનો આજી ડેમ ફરી નર્મદા ભરોસે, પડધરી તાલુકામા ખેડૂતનો પાક સુકાતા રામધૂન

2019-07-13 196

રાજકોટ: સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો અને પાણીને લઇ પરિસ્થિતિ વણસી રહી છે રાજકોટ જિલ્લાની વાત કરીએ ચોમાસુ મધ્યમાં પહોંચી ગયું છે છતાં સિઝનનો માંડ પાંચ ઇંચ જેટલો વરસાદ જ પડ્યો છે ત્યારે શહેરના જીવાદોરી સમાન આજી ડેમમાં પાણી ખૂટવા લાગ્યું છે જો 31 જુલાઇ સુધી આવી જ પરિસ્થતિ રહેશે તો ફરી આજીડેમ નર્મદાના નીરના ભરોસે રહેશે તો બીજી તરફ ખેડૂતોએ વાવણી કરી લીધી છે અને વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે છે આથી પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ખેડૂતોએ વાવણી કરી લીધી પરંતુ વરસાદ ખેંચાતા પાક સુકાતા આજે સવારે ખેડૂતોએ ખેતરે એકઠા થઇ રામધૂન બોલાવી હતી

Videos similaires