પાટણના સેદ્રાણા ગામથી મોતનો પ્રસંગ પતાવીને પરત ફરતી કારમાં ભીષણ આગ

2019-07-13 241

ડીસાઃ શહેરમાં આવેલા એપીએમસી માર્કેટ પાસે શોટસર્કિટના કારણે એક ગાડીમાં આગ ભભૂકી ઊઠી હતી આગ લાગવાને કારણે આસપાસ દોડધામ મચી ગઈ હતી જો કે, આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ડીસા ફાયર ફાયટરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો પાટણના સેદ્રાણા ગામથી અયુબ ગુલાબહુસેન કુરેશી પરિવાર સાથે પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમની કારમાં આગ લાગી હતી જો કે, ફાયરવિભાગ સમયસર પહોંચી જતાં આગ વધુ વકરી નહોતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

Videos similaires