ડાંગ: ચોમાસામાં ડાંગનો વૈભવ સોળે કળાએ ખીલે છે અને એમાં પણ વઘઈ પાસે ગિરા નદી પર આવેલો જાજરમાન ધોધ આ વૈભવની પરાકાષ્ઠા સમાન છે વઘઈથી ચાર કિમીના અંતરે આવેલા ગિરા ધોધ પર અત્યારે 20 ફૂટ ઊંચેથી નદીનો ધસમસતો પ્રવાહ ખાબકે છે આ ધોધનો લયબદ્ધ ધ્વનિ છેક દૂરથી સાંભળી શકાય છે આ એક જ સ્થળે સાતથી આઠ ધોધ પડે છે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ધોધ નિહાળવા આવે છે અહીં નદી વળાંક લેતી હોવાથી ધોધને બરાબર સામેથી માણી શકાય છે ચોતરફ લીલીછમ હરિયાળીના લીધે ગિરા ધોધની સુંદરતા અનેકગણી વધી છે સુરતથી દોઢસો કિમીના અંતરે વઘઈ આવેલું છે ધોધના સ્થળેથી સાપુતારા આશરે 50 કિમી દૂર છે