વડોદરાઃવડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી મહેતાવાડી ખાતે ફુગ્ગા અગિયારસ નિમિત્તે બાળકો એકબીજાને ફુગ્ગા મારતા હતા જેમાં ફુગ્ગા મારવા બાબતે એક જ કોમના બે જૂથ આમને-સામને આવી ગયા હતા બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડા બાદ સામ-સામે પથ્થરમારો થયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને 8 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બે જૂથ વચ્ચે નજીવી બાબતે પથ્થરમારો થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો પથ્થરમારાની ઘટના બાદ પોલીસે નાગરવાડા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે