ચંદ્રયાન-2 દુનિયાનું પહેલું એવું યાન હશે જે ચંદ્રના દક્ષિણધ્રુવ પર ઉતરશે આ પહેલા ચીનના ચાંગ'ઈ'-4 યાને દક્ષિણી ધ્રુવની થોડેક દુર લેન્ડિગ કર્યુ હતું અત્યાર સુધી આ વિસ્તાર વૈજ્ઞાનિકો માટે અજાણ્યો છે પરંતુ આ વિસ્તાર અંગે જેટલી માહિતી છે તેના પ્રમાણે ચંદ્રના બાકીના ભાગની તુલનામાં વધારે છાયામાં રહેનારા વિસ્તારમાં બરફના રૂપે પાણી હોવાની શક્યતાઓ છે જો ચંદ્રયાન-2 ચંદ્રના ભાગમાં બરફની શોધ કરી શકશે તો અહીં માનવોનું રોકાવું શક્ય અને સરળ બનશે અહીં બેઝ કેમ્પ બનાવીશકાયછે, જ્યાં ચંદ્ર પર શોધકાર્યની સાથે સાથે અંતરિક્ષ વિજ્ઞાનમાં પણ નવી શોધોનો રસ્તો નીકળશે