90 વર્ષમાં પહેલીવાર લક્ષ્મણ ઝૂલાને બંધ કરાયો,હવે વધુ ભાર સહન નથી કરી શકતો આ પુલ

2019-07-12 1

લક્ષ્મણ ઝૂલો, આ શબ્દ સાંભળતાં જ મનમાં ઋષિકેશનું જ દૃશ્ય રમવા લાગે જે બે વસ્તુઓથી ઋષિકેશ ઓળખાય છે તે લક્ષ્મણ ઝૂલો અને રામ ઝૂલો જ છેજો કે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ હવે ઋષિકેશની ઓળખ સમાન આ લક્ષ્મણ પુલ અચોક્કસ સમય માટે બંધ કરવામાં આવ્યો છેઋષિકેશમાં ગંગા નદી પર 1923માં એટલે કે બ્રિટિશકાળમાં નિર્માણ થયેલા આ પુલની ખાસિયત એ છે કે તમે જ્યારે તેની પરથી પસાર થતા હોવ ત્યારે તમે પણ હિંચકે ઝૂલતા હોય તેવો અનુભવ થાય છે એજ કારણે તેનું નામ લક્ષ્મણ ઝૂલો પડી ગયું છે
હવે 90 વર્ષ બાદ પહેલીવાર આ રીતે બંધ કરવામાં આવ્યો છેઋષિકેશ જતા શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે લક્ષ્મણ ઝૂલો એ કાયમ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે
આ ઐતિહાસિક એવા પુલને શુક્રવાર (12 જૂલાઈ)થી જ બંધ કરી દેવાયો છે હકિકતમાં નિષ્ણાતોનું પણ માનવું છે કે હવે આ પુલની કાર્યદક્ષતા ઘટી ગઈ છે તે હવે વધુ વજન સહન કરી શકવા માટે સક્ષમ નથી મુખ્ય સચિવ ઓમ પ્રકાશએ પણ જણાવ્યું હતું કે આ પુલને વિશેષજ્ઞોના અભિપ્રાય બાદ પણ જ બંધ કરી દેવાયો છે વિશેષજ્ઞોએ કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે આ પુલનો ઘણો બધો ભાગ જર્જરિત થઈ ગયો છે તો સાથે જ કેટલોક હિસ્સો તો વધુ વજનના લીધે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે આ પુલને જોઈને જ લાગતું હતું કે તે એક તરફ વધુ પડતો નમી ગયો છે આવી સ્થિતિમાં જો આ પુલને લોકોની અવરજવર માટે ચાલુ રાખવામાં આવે તો ગમે ત્યારે દુર્ઘટના પણ સર્જાઈ શકે છે વાત જો આ પુલના પૌરાણિક મહત્વની કરીએ તો મહાકાવ્ય રામાયણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે લક્ષ્મણે આ જ સ્થળેથી રસ્સીના સહારે નદી પાર કરી હોવાનો તેમાં ઉલ્લેખ કરાયેલો છે આવા સંદર્ભો બાદ જ અહીં આ લક્ષ્મણ ઝૂલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો સાથે અનેક હિન્દી ફિલ્મ્સ અને સિરિયલ્સનાં શૂટિંગ પણ આ લક્ષ્મણ ઝૂલા પર કરવામાં આવ્યાં છે

Videos similaires