રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓનો વીડિયો વાયરલ

2019-07-12 419

સુરતઃ રેલવે મારફતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે આ વીડિયોમાં આરપીએફ પોલીસ હપ્તા વસૂલતી હોવાનું પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે માથે દારૂના પોટલાઓ મૂકી ભાગી રહેલી મહિલાઓ પાસે આરપીએફનો જવાન રૂપિયા લઈ આગળ જવા દેતો હોવાનું પણ વાયરલ વીડિયોમાં દેખાય રહ્યું છે આરપીએફ પોલીસે દારૂ પકડવાને બદલે હપ્તા વસૂલતી હોવાનું બહાર આવતા રેલવેના અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી ગયા હોવાની ચર્ચાઓ ઉઠી છે

Videos similaires