ASI-કોન્સ્ટેબલ રહસ્યમય મોત કેસ, બનાવ પૂર્વે બેસવા આવેલા બીજા એક ASIની રિવોલ્વર મળી

2019-07-12 405

રાજકોટ: દિન દયાળ પંડિત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ઈ-402માંથી ગુરુવારે સવારે મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળીથી વિંધાયેલા મૃતદેહ મળ્યા હતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઇ કારણોસર રવિરાજસિંહે પ્રેમિકા એઅસઆઇને તેની જ સરકારી રિવોલ્વરમાંથી માથામાં ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ લમણામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હોવાની થિયરી સામે આવી છે પરંતુ આજે આ બનાવમાં નવો વળાંક આવતા પોલીસ પણ ચોંકી ગઇ છે તપાસમાં ક્વાર્ટરમાંથી બીજી એક સરકારી રિવોલ્વર મળી આવતા રહસ્ય વધુ ગુંચવાયું છે આ રિવોલ્વર બનાવ પહેલા પત્ની સાથે બેસવા આવેલા એએસઆઇ વિવેક કુછડીયાની હોવાનું જાણવા મળ્યું છે તેમજ ખુશ્બુએ અગાઉ એબોર્શન કરાવ્યાની ચર્ચા થઇ રહી છે

Videos similaires