ટ્રકમાંથી લાખો ડોલર ઉડીને રોડ પર પડ્યા, લોકોએ વીણી વીણીને ઘર ભેગા કર્યા

2019-07-12 5,200

એટલાન્ટા હાઈવે પર ડ્રાઈવ કરતા લોકો રોડ પર રઝળતા ડોલરો જોઈને નવાઈ પામ્યા હતા રસ્તે રઝળી રહેલાડોલરનું કોઈ માલિક ના હોવાનું માનીને બધા જ પોતપોતાની કાર સાઈડમાં પાર્ક કરીને તેને વીણવા લાગ્યા હતા જે લોકોને આવી રીતે રૂપિયા લેવામાં રસ નહોતો તેમણે આ બધા જ કારચાલકોની આવી લાલચનો વીડિયો રેકોર્ડ કર્યા હતા એટલાન્ટાના એશફોર્ડ-ડૂંવૂડી રોડ પર કેશ લઈને જતા ટ્રકનો કોઈ કારણોસર દરવાજો ઓપન થઈ જતાં તેમાંથી 175,000 ડોલરની કરન્સી ભારે પવનના લીધે રોડ પર ઉડવા લાગી હતી જો કે આવી અફડાતફડીના અંતેકારચાલકો પણ પોલીસ આવે તે પહેલાં જ આ બધી રકમ વીણી વીણીને લઈ ગયા હતા પોલીસે ઘટના સ્થળેથી માત્ર 200 ડોલર જ રિકવર કર્યા હતા, બાકીની કરન્સી લોકો વીણીને લઈ ગયા હોવાથી આ રકમ પરત કરવાની અપીલ કરી હતી કેટલાક લોકો ઈમાનદાર પણ હતા કે જેમણે પોલીસ પાસે જઈને જે રકમ લીધી હતી તે પરત કરી હતી આ ઘટના બાદ પોલીસ અને પબ્લિકે આવા લોકોની ઈમાનદારીનાવખાણ કર્યા હતા એવું પણ નહોતું કે પોલીસને બહુ મોટી રકમ રિકવર કરવામાં સફળતા મળી હોય, કેમકે ઈમાનદારીથી પોલીસને પરત કરવામાં આવેલી રકમ ગણવામાં આવતાં તે માત્ર 2600 ડોલર જ થઈ હતી પોલીસે અંતે ફરી જાહેરાત કરવી પડી હતી કે હજુ પણ કોઈ વ્યક્તિ જો આ રકમ પરત નહીં કરે તો ગાડીઓના નંબરના આધારે તેમની શોધખોળ કરીને તેમની સામે ચોરીનો ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

Videos similaires