મહિલાએ બસ સ્ટેન્ડ સુધી પીછો કરીને પહોંચેલા યુવકોની ધોલાઈ કરી

2019-07-12 370

હિમાચલ પ્રદેશના મંડી બસ સ્ટેન્ડમાં બે યુવકોની એક મહિલાએ ધોલાઈ કરી હતી ત્યાં હાજર કોઈ શખ્સે આખી ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કરી ને સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં જ તે વાઈરલ થવા લાગ્યો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે બે યુવકો સાથે લાફાવાળી કરીને મહિલાએ તેમની બરાબરની ધોલાઈ કરી હતી મહિલાએ એક જ વાતનું રટણ કર્યું હતું કે તેઓ તેને ફોલો કરીને કેમ અહીં સુધી આવ્યા હતાઆ મારામારીથી ત્યાં પણ મુસાફરોની ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી ઘટના સ્થળે હાજર કોઈએ જ્યારે આ મહિલાને પોલીસને જાણ કરવાનું કહ્યું ત્યારે ત્યારે માર ખાનાર એક પુરૂષે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ મારી પત્ની છે તેનો આવો દાવો સાંભળીને તે મહિલા ફરી ભડકી હતી ને તરત જ તેને તમાચો મારી દીધો હતો મહિલાનું આવું રણચંડી જેવું સ્વરુપ જોઈને આ બંને જણાએ ત્યાંથી ભાગી જવામાં જ ભલાઈ સમજી હતી જો કે આ વીડિયો વિશે જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ તપાસ કરવામાં આવી ત્યારે તેઓએ પણ આ ઘટના વિશે કોઈ જાણકારી ના હોવાનું રટણ કરતાં કહ્યું હતું કે તેમને આવી મારામારીની ઘટના વિશેની કોઈ જ ફરિયાદ મળી નહોતી તેથી તેમણે આ દિશામાં કોઈ તપાસ પણ આદરી નહોતી

Videos similaires