લોકસભાની કાર્યવાહી ગુરૂવારે બપોરથી શરૂ થઈને રાત્રે 1158 વાગ્યા સુધી ચાલી હતી સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીના જણાવ્યા મુજબ, લોકસભામાં છેલ્લાં 18 વર્ષમાં પહેલી વખત આટલે મોડી સુધી કાર્યવાહી થઈ આ દરમિયાન 2019-20 માટે રેલ મંત્રાલય માટે અનુદાન અંગે ચર્ચા ચાલી હતી વિપક્ષે મોદી સરકાર પર રેલવેના ખાનગી હાથોમાં વેચવાનો આરોપ લગાવ્યો
વિપક્ષના આક્ષેપ મુજબ, સરકાર સામાન્ય બજેટમાં રેલવેમાં સાર્વજનિક-ખાનગી ભાગીદારી (પીપીપી), નિગ્મીકરણ અને રોકાણ પર જોર દેવાની આડમાં ખાનગીકરણ તરફ લઈ જાય છે સરકારની ઈચ્છા રેલવેનું ખાનગીકરણ કરવાનું છે સરકારે મોટા વાયદાઓ કરવાને બદલે રેલવેની નાણાકીય સ્થિતિ સુધારવી જોઈએ