પેરિસઃભારતીય વાયુસેનાના વાઈસ ચીફ એરમાર્શલ આરકેએસ ભદૌરિયાએ ગુરૂવારે ફ્રાંસના મોંટ ડે માર્સન એરબેઝ પર ચાલી રહેલાં ઈન્ડો-ફ્રેંચ એરફોર્સના અભ્યાસ 'ગરુડ-6'માં સામેલ થયા હતા તેઓએ કહ્યું કે ફ્રાંસના રાફેલ અને રશિયાના સુખોઈ-30 ફાઈટર પ્લેનની જોડી પાકિસ્તાન અને બાકી દુશ્મનો માટે જંગ દરમિયાન મુસીબત બનશે
ફ્રાંસમાં ગરુડ અભ્યાસ બાદ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેમને કહ્યું કે, "જો ભારતમાં બન્ને લડાકુ વિમાન એક સાથે કામ શરૂ કરી દે તો પાકિસ્તાન ફરીથી 27 ફેબ્રુઆરી જેવા હુમલો કરવાની હિંમત નહીં કરે બન્ને લડાકુ વિમાન પાકિસ્તાન અથવા કોઈ અન્ય દુશ્મનોને નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે બન્ને ખુબ જ શક્તિશાળી છે રાફેલમાં ઉડાન ભરવાનો અનુભવ ઘણો જ સારો રહ્યો અને ઘણું બધું શીખવાનું મળ્યું આ પ્લેન એરફોર્સમાં સામેલ થયા બાદ વાયુસેના વધુ મજબૂત બનશે"