અંબાજી:બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ગરમીનો ઉકળાટ વધતા પ્રજાજનો પરેશાન થઇ રહ્યા છે જેને લઇ વરૂણ દેવને રિઝવવા છેલ્લા ઘણા વર્ષોથી અંબાજીવાસીઓ દ્વારા ગામ ઉજાણી, હોમ હવન અને મહાદેવજીના મંદિરમાં શિવલિંગને પાણીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે આજે પણ વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ અંબાજીવાસીઓ અને વેપારીઓ દ્વારા વનભોજન, હોમહવન અને શિવલિંગને પાણીમાં ડુબાડી મેઘરાજાને રિઝવવા ઉજવણી કરી હતી આજે સવારે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઈ હતી પરંતુ બાદમાં બાળકોને છોડી મુકાયા હતા અંબાજીમાં હોટલો પણ બંધ રહેતા મંદિર ટ્રસ્ટની અંબાજી અને ગબ્બરના ભોજનાલયને ચાલુ રાખવામાં આવ્યા હતા જેનો લાભ યાત્રિકોએ લીધો હતો