છોટાઉદેપુર: બોડેલી સુખી જળાશય સિંચાઇ યોજના-૨ની કચેરીમાં આચરવામાં આવેલા ચેક ડેમ કૌભાંડ મામલે એસીબીએ ગુનો નોંધ્યો છે આ મામલે એસીબીએ 3 ફરિયાદ નોંધીને 8 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધીમાં આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે કંડેવાર, સોઢવડ અને નળવાટના ચેક ડેમોના ભ્રષ્ટાચારના કેસમાં કાર્યપાલક ઇજનેર, કર્મચારીઓ અને ચેક ડેમ કોન્ટ્રકટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં ચેક ડેમ બનાવ્યા વગર જ બોગસ દસ્તાવેજો બનાવીને ₹ 1057 લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો