સુરતની વસતિ અને વિકાસ વધ્યો વડોદરાનો ન વધ્યો, સ્થાનિકો કરતા પરપ્રાંતિયો વધ્યા

2019-07-11 653

આજે વિશ્વ વસતિ દિવસ છે ગુજરાતની પણ વસતિમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના બે શહેર વડોદરા અને સુરતની વસતિની 58 વર્ષની સરખામણી Divyabhaskarએ આંકડાકીય માહિતી સાથે સર્વેક્ષણ કર્યું છે જેમાં વડોદરાની વસતિ દીન પ્રતિદિન સુરતની તુલનાએ ઘટી રહી છે તે જોતા વસતિની દ્રષ્ટીએ વડોદરા કરતા સુરત અગ્રેસર થઈ ગયું છે તેથી સર્વેક્ષણના તારણ મુજબ એવું કહી શકાય કે, વસતિ અને વિકાસની દ્રષ્ટીએ સુરતનો વિકાસ વધ્યો છે જ્યારે વડોદરાની સ્થિતિ તેના વિપરીત છે જેનું મુખ્ય કારણ સુરતમાં રોજગારીની તકો વધી હોવાથી પરપ્રાંતિયોની સંખ્યા વધી છે

વર્ષ-2011ની વસતિ ગણતરી મુજબ વડોદરાની વસતિ 18 લાખ 20 હજાર હતી, જ્યારે સુરતની વસ્તી 45 લાખ 91 હજાર 246 હતી જ્યારે આ પહેલા 1961માં સુરત કરતા વડોદરાની વસતિ વધારે હતી 1961માં વડોદરાની વસતિ 2 લાખ 95 હજાર 100 હતી, જ્યારે સુરતની વસતી 2 લાખ 88 હજાર હતી આમ તે સમયે સુરત કરતા વડોદરાની વસતિ 7 હજાર વધુ હતી પરંતુ છેલ્લા 58 વર્ષ વડોદરાની વસતિ લગભગ 9 ગણી વધી છે તો બીજી તરફ સુરતની વસતિમાં 30 ગણો વધારો થયો છે

Free Traffic Exchange

Videos similaires