ભારત હારતાં જ કાશ્મીર ઘાટીમાં ફટાકડાં ફૂટ્યાં, ભારત વિરોધી અને આઝાદીના નારા લગાવ્યાં

2019-07-11 1

શ્રીનગરઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝિલેન્ડે 18 રને હરાવ્યું જેની હાર પર જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લામાં દેશદ્રોહીઓએ જશ્ન મનાવ્યો હતો કાશ્મીર ઘાટીમાં ખાસ કરીને શ્રીનગર, પુલવામાં, અનંતનાગ, શોપિયાંના કેટલાંક વિસ્તારોમાં રસ્તાઓ પર ફટાકડાં ફોડી ભારત વિરોધી નારેબાજી કરવામાં આવી આમ કરવામાં સૌથી વધુ યુવાઓ હતા અલગાવવાદીઓએ તેના વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યા છે જે ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે આ ટ્વિટરની જાણકારી પરથી શ્રીનગરના નૌહાટા, રજીયા કદલ, નવા કદલ, સૌરા અને રમબહગ સહિત દશ્રિણ કાશ્મીરના કેટલાંક વિસ્તાર ખાસ કરીને પુલવામા ચોકમાં ભારતની હારનો જશ્ન મનાવવામાં આવ્યો હતો કેટલીક જગ્યાએ જશ્ન મનાવતા લોકો અને સુરક્ષાબળો વચ્ચે ટક્કર પણ થઈ સૈન્યના જવાનોએ આવા દેશદ્રોહીઓને રોકતા સુરક્ષાબળો પર પથ્થરબાજી થઈ જવાબમાં સુરક્ષાબળોએ ટીયરગેસના ગોળા છોડ્યા

Videos similaires