એચડીએફસી બેન્કના એમડી આદિત્ય પુરીએ બેન્ક અધિકારીઓને સલાહ આપી કે અંગત મિત્રતા અને બેન્કિંગ અલગ રાખવું જોઈએ પુરીએ જણાવ્યું કે, તેમણે વિજય માલ્યાને બેન્ક લોનની અરજી ફગાવી દીધી હતી એક પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં તેમણે આ સલાહ આપી હતી
પુરીએ જણાવ્યું કે, માલ્યાના અધિકારી લોન લેવા મારી પાસે આવ્યા હતા મેં તેમને કોફી પીવડાવીને પરત મોકલી દીધા અને કહ્યું કે, અરજી વિશે વિચાર કરીશ ત્યારપછી મારા સહયોગી પરેશ સુકથાંકરે માલ્યાની અરજી ફગાવી દીધી હતી