પોરબંદર: મંગળવારે સવારે દસેક વાગ્યાના અરસામાં માધવપુરના ચામુંડ ટીમ્બા વાડી વિસ્તારમાં દીપડાનું બચ્ચું આવી ચડ્યું હતું ત્યારે આ બચ્ચું લોકોની નજરે ચડતા લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી સ્થાનિક લોકો દીપડાને જોવા માટે દોડી ગયા હતા અને લોકોએ દીપડાને ભગાડવા માટે પથ્થરો ફેંકી બૂમાબૂમ કરતા હતા અને હાથમાં ડાંગ-લાકડી લઈને ધસી ગયા હતા અને દીપડાના બચ્ચાની પાછળ પડતા દીપડાનું બચ્ચું ઉગ્ર બની ગાંડોતૂર બન્યું હતું અને આમ-તેમ દોડાદોડી કરતું હતું