માઉન્ટ આબુમાં રીંછનો પશુપાલક પર હિંસક હુમલો, મોઢાના ભાગે પહોંચી ઇજા

2019-07-11 86

માઉન્ટ આબુ: રાજસ્થાનનાં માઉન્ટ આબુ પાસે આવેલા ઓરીયા ગામ નજીક એક પશુપાલક ઉપર રીંછે અચાનક હુમલો કર્યો હતો આ હુમલામાં રીંછે પશુપાલકના મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી જેથી ઇજાગ્રસ્તને ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ પાસે આવેલા ઓરીયા ગામ નજીક એક પશુપાલક ઉપર રીંછે હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી મૂળ ઓરિયા ગામના બદેસિંહ પશુઓને ચરાવીને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં રીંછએ અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો જેમાં મોઢાના ભાગે રીંછે ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી

Videos similaires