બૉલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી પરંતુ તેનો એક ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ધૂમ મચી જાય છે ફિલ્મ અંગ્રેજી મીડિયમની શૂટિંગમાં બિઝી કરીનાનો એક ડાન્સ વીડિયો હાલ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે ડાન્સ ઈન્ડિયા ડાન્સના મંચ પર કરીનાએ રાત કા નશા, સોંગ પર અફલાતૂન ડાન્સ કર્યો હતો જેની ડાન્સિંગ અદાઓ પર જજ બોસ્કોએ પણ સીટી વગાડી હતી બ્લૂ ગ્લિટરી ગાઉનમાં કરીના બેહદ ખુબસુરત લાગતી હતી જોકે હવે કરીના કપૂર આ શૉના જજ પદે રહી નથી