કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીની હાર બાદ પહેલીવાર અમેઠી ગયા હતી જ્યાં પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યુ હતુ કે અમેઠી તેમનું ઘર અને પરિવાર છે તે તેને ક્યારેય નહીં છોડે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે અને યોગીજી મુખ્યમંત્રી છે અને સાંસદ પણ ભાજપના જ છે ત્યારે આપણે વિપક્ષનું કામ કરવાનું છે તમે બધા જાણો છો કે વિપક્ષનું કામ કરવામાં સૌથી વધુ મજા આવે છે આ કામ બહુ સરળ છે હવે તમારે અમેઠીમાં વિપક્ષનું કામ કરવાનું છે જનતાની જે જરૂરિયાત છે જનતાની મદદ કરવાની છે અર્થવ્યવસ્થાની હાલત તમે જાણો છો રોજગારની હાલત તમે જાણો છો ભ્રષ્ટાચાર ક્યાં થાય છે, કોણ કરે છે તે પણ તમે જાણો છો મુદ્દાઓની કોઈ કમી નથી અમેઠીની જનતા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓને જોડાયેલા રહેવાની જરૂર છે