BRTS રૂટમાં ચાલતી પોલીસની જીપે ત્રણને અડફેટે લીધા, જીપમાંથી દારૂ પણ મળ્યો

2019-07-10 1,577

અમદાવાદ:બાપુનગર વિસ્તારના હિરાવાડી પાસે બીઆરટીએસ રૂટમાં ચાલી રહેલી ભાવનગરના સિંહોર પોલીસની જીપે રીક્ષાને અડફેટે લીધા હતા જેમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું માત્ર એટલું જ નહીં પોલીસની જીપમાંથી દારૂ પણ મળી આવ્યો હતો અને લોકોએ તેનો વીડિયો પણ શૂટ કર્યો હતો આ ઘટના બાદ પોલીસ જીપનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે જ્યારે બાઈક પર જતાં બે શખ્સ ઈજાગ્રસ્ત થયા છે ત્યાર બાદ બન્ને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે બાપુનગર પોલીસ અને જી ટ્રાફિક ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક રાજુભાઈ છારા હોવાનું જાણવા મળ્યું છે

Videos similaires