પાક. રાજકારણી વીડિયો ગેમ પ્લેનનો અકસ્માત ટ્વિટ કરી હાંસીનું પાત્ર બન્યા

2019-07-10 205

પાકિસ્તાન આજકાલ હાંસીનું પાત્ર બની રહ્યું છે થોડા દિવસ પહેલાં પાક ન્યૂઝ એન્કર અમેરિકાની એપલ કંપની અને એપલ ફળ વિશે કન્ફ્યૂઝ થઈ ગયા હતા ત્યાર પછી પાક વડાપ્રધાન ઇમરાન ખાને ખલીલ જિબ્રાનનો ક્વોટ રવિન્દ્રનાથ ટાગોરના નામે ચઢાવ્યો હતો હવે આવો જ એક વધુ હાંસી પાત્ર કિસ્સો બન્યો છે પાક રાજકારણી ખુરમ્મ નવાઝે એક વીડિયો ટ્વિટ કર્યો છે કે જેમાં A380 એર બસ ઓઈલ ટેન્કર સાથે અથડાતાં બચી જાય છે નવાઝ લખે છે કે પાઈલોટની સમયસૂચકતાથી સૈકડો જિંદગી બચી હકીકતમાં આ એક વીડિયો ગેમનો વીડિયો હતો આ ઘટના પછી તેઓ ટ્વિટર પર અને યુટ્યુબ પર ઘણા ટ્રોલ થયા હતા

Videos similaires