સ્થાનિકોએ કાચબા પર સવાર થઈને હેરાન કર્યો, યૂઝર્સ પણ ભડક્યા

2019-07-10 257

ઈન્ડોનેશિયનોએ લુપ્ત થતી દરિયાઈ પ્રજાતિમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવા લેધરબેક ટર્ટલને પકડીને તેને ટોર્ચર કર્યો હતો સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થતાં જ અનેક યૂઝર્સે આકરી પ્રતિક્રિયાઓ આપી હતી વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કેટલાક લોકો આ દરિયાઈ કાચબા પર બેસીને તેની સવારી માણી રહ્યા છે, તો સાથે જ અન્ય એક વ્યક્તિ તો હાથમાં મોટી લાકડી સાથે તેને આગળ વધવા મજબૂર કરતો જોવા મળી હતી આ કાચબા પર ત્રણ લોકોએ સવારી કરી હતી સાથે જ અન્ય એક જણ તો તેના પગ પાછળની તરફ ખેંચતો રહ્યો હતો જેથી તે ઝડપથી દરિયામાં ના જતો રહે લોકલ મીડિયાના આધારે આ માદા કાચબો હતો જે કિનારે તેના ઈંડા મૂકવા આવ્યો હોય શકે છે જેને સ્થાનિકોએ પકડીને આ રીતે હેરાન કર્યો હતો કાયદા મુજબ આ પ્રજાતિને આ રીતે કોઈ પણ નાગરિક હેરાન કરી શકતો નથી જેના કારણે હવે આ સ્થાનિકો સામે પણ પગલાં ભરવાની હિમાયત કરવામાં આવી રહી છે

Videos similaires