ચીનના ગુઆંક્ષી પ્રાંતમાં આવેલ નેન્નીંગ શહેરમાં આવેલા એક ગેરેજના સંચાલકને ઈલેક્ટ્રિક બાઈકની સર્વિસ કરતાં સમયે ભયાનક કહી શકાયતેવો કરંટ આવ્યો હતો આ આખી દુર્ઘટના પણ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજમાં જોઈ શકાય છે કે કરંટના લીધે તેનીહાલત કેવી કફોડી થઈ હતી 23 વર્ષીય આ સંચાલકે જેવું ઈલેક્ટ્રિક વોશર હાથમાં પકડ્યું કે તરત જ તેને કરંટ લાગ્યો હતો જેના લીધે તે આઉપકરણ સાથે ચોંટી ગયો હતો કરંટ આખા શરીરમાં પ્રવેશી જતાં જ તે આમથી તેમ અથડાતાં અથડાતાં નીચે પણ પટકાયો હતો જો કે આવીગંભીર હાલત વચ્ચે પણ તે કરંટના ઝટકાઓને સહન કરતાં કરતાં વીજ સપ્લાય માટેના બોર્ડ સુધી પહોંચી ગયો હતો કરંટનો પ્રવાહ પણ એટલોભયાનક હતો કે તે સ્વીચ ઓફ પણ નહોતો કરી શકતો અંતે ભારે મથામણ કરીને તેણે વીજળીનો પ્લગ કાઢી નાખવામાં સફળતા મેળવી હતી આ20 સેકન્ડ જેટલા કટોકટીના સમયે તેણે બહાદુરીપૂર્વક પોતાનો જીવ બચાવ્યો હતો સદનસીબે તેને કોઈ ગંભીર ઈજા પણ નહોતી થઈ સ્થાનિકમીડિયાના જણાવ્યા મુજબ સારવાર માટે દાખલ કરાયેલા આ ગેરેજ સંચાલકને કોઈ ગંભીર ઈજાઓ થઈ નહોતી માત્ર શરીરે અને હાથ પર તેનેકરંટના કારણે થોડી ઈજા થઈ હતી