ઉત્તરાખંડમાં પોતાની અને પોતાની પાર્ટી બીજેપીની ફજેતી કરનાર ઉત્તરાખંડના ખાનપુરના સૌથી વિવાદીત ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયન ફરી એક વખત ચર્ચામાં છે આ વખતે તેઓ કોઈ સાથે મારપીટ નહીં પણ દારૂના નશામાં એક કે બે નહીં પણ 4-4 પિસ્તોલ સાથે ડાન્સ કરીને વિવાદમાં સંપડાયા છે જેની વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે
પોતાના પગનું ઓપરેશન કરાવીને ઘેર પાછા ફરેલા આ ધારાસભ્યે પોતાના સમર્થકો અને મિત્રો સાથે એક દાવત રાખી હતી આ પાર્ટી ક્યારે હતી એ તો સ્પષ્ટ નથી પરંતુ વીડિયો 2થી 3 દિવસ પહેલાનો હોવાનું મનાય છે જેમાં ડાન્સ કરતા કરતા તેઓ ઉત્તરાખંડ વિશે અભદ્ર ભાષામાં પણ એલફેલ બોલી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં મુજકો રાણાજી માફ કરનાગીત વાગી રહ્યું છે અને ધારાસભ્ય એક હાથમાં શરાબની પ્યાલી અને એક હાથમાં રિવોલ્વર અને એક કાર્બાઈન સાથે ડાન્સ કરી રહ્યા છે તેના કેટલાંક સમર્થકો તેના વખાણ કરી રહ્યા છે કે આવું તો તમે જ કરી શકો હવે આટલી બધી પિસ્તોલ લાયસન્સનું ધારાસભ્ય ધરાવે છે કે કેમ એ વિશે કોઈ સ્પષ્ટતા થઇ નથીપ્રણવસિંહ આ પહેલા પણ આવી હરકતોથી વિવાદમાં આવી ચૂક્યા છે અને એટલે જ પાર્ટીમાંથી તેમની નિકાલપટ્ટીની ચર્ચા થઈ રહી છે આ પહેલા તેમણે દિલ્હીના ઉત્તરાખંડ સદનમાં ટીવી ચેનલના પત્રકારને થપ્પડ મારી હતી