રાજકોટ:ખુદમુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં ભુલકાઓની હાલત કફોડી જોવા મળી રહી છે રાજકોટના કણકોટ પાટિયાની આંગણવાડીની હાલત છેલ્લા 10 વર્ષથી કફોડી બની ગઈ છે વાત આટલેથી નથી અટકતી છેલ્લા 10 દિવસથી જે આંગણવાડીને તોડી પાડવામાં આવી છે જેથી બાળકોને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા જ્યાં જગ્યા મળે ત્યાં ભોજન અને અભ્યાસ કરવા માટે મજબૂર થવું પડ્યું છે તેના જ કારણે આજે ગટરના ગંદા પાણી પાસે બેસીને બાળકોને ભોજન ખાવાના દિવસો આવી ગયા છે