વડોદરાના કલાકારોએ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સની આબેહૂબ રંગોળી તૈયાર કરી

2019-07-09 215

વડોદરાઃ ટીમ ઇન્ડિયાની સેમિ ફાઇનલ મેચને લઇને વડોદરા સહિત દેશભરમાં હાલ વર્લ્ડ કપ ફિવર ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના રંગોળી ગૃપના કલાકારોએ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સની રંગોળી તૈયાર કરી છે

વડોદરાના સહજ રંગોળી ગ્રૃપના કમલેશ વ્યાસ દ્વારા દિવાળી અને અન્ય પ્રસંગોએ રંગોળી દ્વારા ચિત્રો બનાવીને પ્રદર્શનનું આયોજન કરે છે ભારતીય ક્રિકેટ ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી છે, ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓની વિવિધ અદાવાળા રંગોળી તૈયાર કરી છે રંગોળી બનાવતા શીખતા 15 જેટલા યુવા કલાકારોઓ કલાકોની મહેનત બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની આબેહૂબ રંગોળી તૈયાર કરી છે જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, જશપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ સહિતના ભારતીય ખેલાડીઓની લાક્ષણિક અદાઓ રંગોળીમાં દર્શાવવામાં આવી છે

Videos similaires