વલસાડ ઈન્ટરસિટી ટ્રેનમાં જનરેટરની જગ્યાએ એન્જિનમાંથી પાવર સપ્લાય થતાં વાર્ષિક 2.50 કરોડ બચશે

2019-07-09 157

સુરતઃવલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનમાં ડીઝલ જનરેટર કોચની જગ્યાએ ટ્રેનના એન્જીનમાંથી પાવર સપ્લાયની મદદ વડે સમગ્ર ટ્રેનને પાવર પૂરો પાડવામાં આવશે અત્યાર સુધી વલસાડ ઇન્ટરસિટી ટ્રેનમાં રોજનું 400 લીટર ડીઝલ વપરાતું હતું જેમાં ટ્રેનમાં AC, લાઈટ અને પંખા વગેરે સાધનો ચલાવવામાં આવતા હતા ટેક્નોલોજીના કારણે વાર્ષિક અઢી કરોડ રૂપિયાની બચત થશે