વીડિયો ડેસ્કઃ મુંબઈમાં ફરી એકવાર સોમવારે ભારે વરસાદ પડ્યો તેના લીધે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા સ્થિતિ એવી સર્જાઈ કે જોત-જોતામાં માર્ગો પર ઊભેલી કારોની અંદર પાણી ભરાઈ ગયું ભારે વરસાદથી રેલવે, બસ અને વિમાન સેવાઓ પર ખોરવાઈ વરસાદને લીધે સવારના 9:30 વાગ્યાથી લગભગ અડધા સુધી અંધકાર છવાઈ રહેતા મુંબઈ એરપોર્ટ પર ઉડાનો બંધ રહી તેનાથી ત્રણ વિમાનોને ડાઈવર્ટ કરાયા હતા મુંબઈમાં 2272 મિમી સરેરાશ વરસાદનું 1043 મિમી એટલે કે 46 ટકા વરસાદ પડી ચૂક્યો છે કોલ્હાપુરમાં 24 કલાકમાં સૌથી વધુ 17 સેમી વરસાદ નોંધાયો છે
બીએમસીએ એડવાઈઝરી જારી
હવામાન વિભાગે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યુ છે અનેક વિસ્તારોમાં 200 મિમી સુધી વરસાદનો અનુમાન છે અરબ સાગરમાં 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે 35થી 4 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે તેને જોતાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ અપાઇ છે બીએમસીએ એડવાઈઝરી જારી કરી લોકોને સાવચેત રહેવા કહ્યું છે બિહાર, યુપી, મધ્યપ્રદેશ, ગુજરાતમાં પણ સોમવારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો પટણાની મેડિકલ કોલેજમાં પાણી ભરાઈ ગયું હતું મોનસૂન મંગળવારે દિલ્હી અને હરિયાણા પહોંચી શકે છે
યુપી, ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે પશ્ચિમ યુપી, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે
બંગાળના અખાતમાં ખરાબ હવામાનથી 25 માછીમારો ગુમ, છ બચાવાયા
બંગાળના અખાતમાં ખરાબ હવામાનને કારણે સમુદ્રમાં ફસાયેલા છ માછીમારોને સોમવારે બચાવી લેવાયા જોકે 25 ગુમ છે 31 માછીમારો કાકટાપુ પાસે 4 દિવસ પહેલા સમુદ્રમાં માછલી પકડવા ગયા હતા
ખંડાલા ખીણમાં ભૂસ્ખલનથી મુંબઈ-પૂણે રેલવે લાઈન ઠપ
મહારાષ્ટ્રની ખંડાલા ખીણમાં મુંબઈ-પૂણે રેલવે લાઇન પર અનેક સ્થળોએ ભારે ભૂસ્ખલન થયું છે તેના લીધે મુંબઈ-પૂણે રુટ પર ટ્રેનોની અવરજવર અટકાવાઈ છે