કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાને સોંપેલા પત્રમાં કહ્યું કે, મેં કુમારસ્વામી સરકારને આપેલું સમર્થન પરત લઈ લીધું છે જો ભાજપ સરકાર ઈચ્છશે તો હું તેમનો સાથે આપીશ તો બીજી બાજુ કોંગ્રેસ સાંસ ડીકે સુરેશે દાવો કર્યો છે કે કોંગ્રેસના તમામ મંત્રી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે ભાજપ નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષી પાર્ટી કોઈ રાજ્ય અથવા કેન્દ્રની સત્તામાં હોય તે લોકતંત્રને ખતમ કરી રહી છે આ પહેલા કોંગ્રેસ અને જેડીએસના 12 ધારાસભ્યો પોતાની વિધાનસભા સભ્ય પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે
મંત્રી જમીર અહેમદ ખાનના કહ્યાં પ્રમાણે, જેટલા ધારાસભ્યો ભાજપ કેમ્પમાં ગયા, તેમાંથી 6-7 આજ સાંજ સુધી પાછા આવી જશે આ પહેલા કોંગ્રેસ અને JDS ધારાસભ્ય પોતાના પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે
હવે જેડીએસ નેતા અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સિવાય કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા સામે સરકાર બચાવવા માટેનો પડકાર છે રાજ્યમાં સરકાર બનાવવા અને બચાવવા માટે ભાજપ અને જેડીએસમાં બેઠકોનો સિલસિલો ચાલુ છે સોમવારે ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પોતાના આવાસ પર કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને નાસ્તા પર બોલાવ્યા હતા આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, મંત્રી ડીકે શિવકુમાર, યૂટી ખાદર, શિવશંકરા રેડ્ડી, વેંકટરમનપ્પા, જયમાલા, એમબી પાટિલ, કેબી ગૌડા, રાજશેખર પાટિલ હાજર રહ્યા હતા