હુમાનો રિસ્કી ફિટનેસ ફંડા જોઈને ફેન્સ ભડક્યા, જીમ ટ્રેનર પર ભડાશ કાઢી

2019-07-07 2,239

એક્ટ્રેસ હુમા કુરૈશીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરેલા હેવી લેગ વર્કઆઉટના વીડિયોઝ જોઈને તેના ફેન્સ પણ તેના આ રિસ્કી ફિટનેસફંડાથી સદમામાં આવી ગયા હતા હુમાએ શેર કરેલા ત્રણ વીડિયોઝમાં તે સૌથી મુશ્કેલ કહી શકાય તેવી હેવી વેઈટ લેગ એક્સરસાઈઝ કરતીજોવા મળે છે તેણે પોસ્ટમાં આપેલા કેપ્શન પ્રમાણે 245 કિલો વજનની હેવી પ્લેટો સાથે કસરત કરી હતી એક તબક્કે તો તે પોતે જ આ વજનપગેથી ઉંચકી ના શકતાં જ અન્ય એક ટ્રેનરે ત્યાં આવીને તેની મદદ કરી હતી આ વીડિયો જોઈને તેના જીમ ટ્રેનર પર ફેન્સ ભડક્યા હતાવીડિયોની નીચે તેમની કોમેન્ટ્સમાં તેમનો આક્રોશ સ્પષ્ટ જોઈ શકાતો હતો ફેન્સે કહ્યું હતું કે, આવી ભારેખમ કસરત કરવાની શું જરૂર છે? જોસહેજ પણ નાની અમથી ભૂલ પણ થઈ તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવેલી લીલા વેબસિરીઝમાં
છેલ્લે હુમા કુરૈશી જોવા મળી છે જેમાં તેણે તેના દમદાર અભિનયથી લોકોનાં દિલ ફરી જીતી લીધાં છે

Videos similaires