ખાનદાની શફાખાના ફિલ્મનું પ્રથમ સોંગ રિલીઝ થવાની સાથે ફેન્સમાં ધૂમ મચાવી રહ્યું છે 1996માં આવેલી ફિલ્મ રક્ષકનું સોંગ શહર કી લડકીનેફરી એકવાર રિક્રિએટ કરાયું છે સુનિલ શેટ્ટી અને રવિના ટંડન પર ફિલ્માવેલું રક્ષકનું આ સોંગ નેવુના દાયકામાં લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું,જેની લોકપ્રિયતાનો લાભ લેવા માટે આ ગીતનું નવું વર્ઝન ખાનદાની શફાખાના માટે તૈયાર કરવામાં આવ્યું છે આ સોંગમાં ડાયના પેંટી અનેબાદશાદ જોવા મળે છે તો સાથે જ છેલ્લે આ નવા વર્ઝનમાં પણ સુનિલ શેટ્ટી અને રવિના ટંડનની જોડી જોવા મળી હતી સોનાલી સિંહા આફિલ્મની લીડ એક્ટ્રેસ છે અને આ ફિલ્મ 2 ઓગસ્ટે રિલીઝ થવાની છે બે દિવસમાં જ આ સોંગને એક કરોડ કરતાં પણ વધુ લોકોએ માણ્યું હતું