વલસાડ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી અવિરત રહી છે છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે વાપીમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી હતી રાત્રિના 12 વાગ્યાથી રવિવારે સવારના દસ વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ ખાવક્યો હતો જેથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ વે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા વાપી મુંબઈ હાઈ પર ટ્રાફિક જામ સર્જાયો હતો વલસાડ-કપરાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયાં હતામોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતીમધુબન ડેમના દરવાજા ખોલાતાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે